android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News: શેરગઢ પંચાયતમાં લાંચના કેસમાં તત્કાલીન તલાટી અને સરપંચ પતિ સામે નોંધાયો ગુનો

calendar_todayOctober 12, 2026

Banaskantha News: શેરગઢ પંચાયતમાં લાંચના કેસમાં તત્કાલીન તલાટી અને સરપંચ પતિ સામે નોંધાયો ગુનો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા શેરગઢ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિકાસ કામોના બિલ મંજૂર કરવા માટે ટકાવારી પેટે લાંચ માગવાના ગંભીર પ્રકરણમાં ACBએ તત્કાલીન તલાટી કમ મંત્રી તેમજ તે સમયના સરપંચના પતિ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વિકાસ કામોમાં ટકાવારી પેટે માગી હતી લાંચ

મળતી માહિતી મુજબ,શેરગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ લક્ષી કામોના નાણાં ચૂકવવા તેમજ બિલની પ્રક્રિયા આગળ ધપાવવા માટે તત્કાલીન જવાબદાર અધિકારીઓ દ્વારા લાંચની માગણી કરવામાં આવી હતી.આ મામલે અરજદાર પાસે વિકાસ કામોની ટકાવારી પેટે ખુલ્લેઆમ નાણાં માગવામાં આવ્યા હોવાનો આરોપ છે.સરકારી ચોપડે કાયદેસરના કામો કરાવવા છતાં લાંચ વિના કામ ન થતું હોવાથી આખરે કંટાળેલા અરજદારે સમગ્ર પ્રકરણ અંગે એન્ટિ કરપ્શન બ્યુરો સમક્ષ રજૂઆત કરી ફરિયાદ નોંધાવી હતી.

તલાટી અને સરપંચ પતિ સામે નામજોગ ફરિયાદ

અરજદારની ફરિયાદ અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે ACBએ તપાસ હાથ ધરી હતી.આ તપાસમાં સામે આવ્યું હતું કે શેરગઢ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી દેવજીભાઈ ચૌધરીએ રૂ.9850ની લાંચ માગી હતી.જ્યારે તે વખતના સરપંચના પતિ પ્રકાશજી દલસાજી ઠાકોરે પોતાના હોદ્દા અને વગનો દુરુપયોગ કરીને રૂ. 20000 ની લાંચની માગણી કરી હતી. સરકારી યોજનાઓ અને પ્રજાના વિકાસ કામોમાં ગેરકાયદેસર રીતે રકમ માગવાના આ કિસ્સામાં ACBએ તત્કાલીન તલાટી કમ મંત્રી દેવજીભાઈ ચૌધરી અને સરપંચ પતિ પ્રકાશજી દલસાજી ઠાકોર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

આ પણ વાંચોઃ Jantar Mantar Protest Ban: હવે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન નહીં થઈ શકે, આ 3 સ્થળે થઈ શકશે પ્રદર્શન