android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News: દિયોદરમાં વ્યાજખોરનો આતંક, 3.40 લાખ સામે 8 લાખ વસૂલ્યા, કુખ્યાત ભરત દેસાઈ સામે ગુનો દાખલ

calendar_todayMay 8, 2026

Banaskantha News: દિયોદરમાં વ્યાજખોરનો આતંક, 3.40 લાખ સામે 8 લાખ વસૂલ્યા, કુખ્યાત ભરત દેસાઈ સામે ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વ્યાજખોરોના ડામવા માટે પોલીસની ઝુંબેશ વચ્ચે વધુ એક વ્યાજખોર સામે લાલ આંખ કરવામાં આવી છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં કુખ્યાત વ્યાજખોર ભરત દેસાઈ (ભડકોસણ) વિરુદ્ધ પઠાણી ઉઘરાણી અને મિલકત પડાવવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રૂ. 3.40 લાખ સામે રૂ. 8 લાખ વસૂલ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ફરિયાદીએ આરોપી ભરત દેસાઈ પાસેથી વ્યવહાર પેટે રૂપિયા 3,40,000 લીધા હતા. આ રકમ સામે ફરિયાદીએ અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે કુલ રૂપિયા 8,00,000 જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરની લાલચ સંતોષાઈ ન હતી. વ્યાજનું વ્યાજ ગણીને આરોપી હજુ પણ વધુ નાણાં માટે પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો.

અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે આરોપી

નોંધનીય છે કે, આરોપી ભરત દેસાઈ ભડકોસણ સામે અગાઉ પણ વ્યાજખોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ચોપડે ચડી ચૂકેલો આ વ્યાજખોર ફરી એકવાર નિર્દોષ લોકોને પોતાના વ્યાજચક્રમાં ફસાવી પાયમાલ કરતો હોવાની વિગતો બહાર આવી છે.

ફરિયાદીની હિંમત અને પોલીસના કડક વલણને કારણે આખરે દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા લોકોને નિર્ભય બની આગળ આવવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Banaskantha: ધાનેરામાં જળ સંકટ વચ્ચે અબોલ પશુઓ માટે દેવદૂત બન્યા યુવાનો