calendar_todaySeptember 16, 2026
Banaskatha :થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર
ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા બેઠકોની પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા થરા નગરપાલિકા ચૂંટણીની જાહેરાત તા.1 6-08-2026 ના રોજ કરવામાં આવી છે. જાહેરનામું/ચૂંટણી નોટિસ તા.21 -08-2026 ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ તા.26-08-2026 રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.28-08-2026 ના રોજ થશે, જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ તા.29-08-2026 નક્કી કરાઈ છે. થરા નગરપાલિકા માટે મતદાન તા.1 1 -1 0-2026, રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જરૂર જણાશે તો પુનઃ મતદાન તા.1 2-1 0-2026 ના રોજ થશે. મતગણતરી તા.1 3-1 0-2026 ના રોજ હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.1 6-1 0-2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી જાહેરાત સાથે જ થરા નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા અંગેનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ ચૂંટણીમાં મતદાન EVM દ્વારા કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો