android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Baramati Plane Crash: DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર

calendar_todayJanuary 28, 2026

Baramati Plane Crash: DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર

મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. બારામતીમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થઇ ગયું. આ પ્લેનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સવાર હતા. ડે.સીએમનું પ્લેન ક્રેશ થઇ જતા ચિંતાના વાદળો છવાયા છે.  દુર્ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે.  દ્રશ્યોમાં દેખાઇ રહ્યું છે કે પ્લેન જબરદસ્ત રીતે  ક્રેશ થઇ ગયું છે.ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે.  કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  અન્ય લોકો પણ પ્લેનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ પ્લેન પ્રાઇવેટ કંપનીનું હતું. જેમાં અજિત પવાર મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા. જ્યાં તેઓ જન સંબોધન કરવાના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે સ્પષ્ટ નથી. કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિમાન બારામતીથી ત્રણથી ચાર કિલોમીટર દૂર ક્રેશ થયું હતું.  

DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ

ડીજીસીએ દ્વારા આ પ્લેન ક્રેશમાં 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. અજિત પવારનું પણ મોત થયું છે. 

3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા- એસપી 


બારામતી ગ્રામીણ એસપી સંદીપ સિંહે જણાવ્યું હતું કે, "બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. વિમાનના ક્રૂ પણ તેમાં સામેલ હતા. ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોઈપણ ઓળખ મળી હશે તો પૂરી પાડવામાં આવશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક ખોટું થયું હોય તેવું લાગતું હતું. ચોક્કસ કારણ જાણી શકાય તે પછી જ તે પૂરું પાડવામાં આવશે.