android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bardoli : બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંસ્થાઓમાં હાલાકી

calendar_todaySeptember 19, 2026

Bardoli : બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંસ્થાઓમાં હાલાકી

બારડોલી : બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘનું મહાસંમેલન હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત

પી.એમ. આશ્રમ શાળા સંકુલ ટીમ્બા મુકામે સંઘના પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરીના પ્રમુખ સ્થાને

યોજાયું હતું.

મળેલી બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલક સંમેલનના અધ્યક્ષ ગાંધી વિદ્યાપીઠ વેડછીના

પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરીએ દ.ગુ.માંથી ઉપસ્થિત રહેલા તાલીમ શિક્ષણ સંસ્થાઓના સંચાલકો સમક્ષ વર્ષોથી પડત વિવિધ પ્રશ્નો

રજૂ કરી ઉકેલ માટે આગામી રણનીતિ રજૂ કરી હતી. તેમણે રજૂઆતમાં 8માં ધોરણની માન્ય સંખ્યા સંગને એકમાં ગણી ગ્રાન્ટની ચુકવણી કરવી, વહીવટી ગ્રાન્ટ નિયમિત ચૂકવવી, મકાન બાંધકામ યોજનાનો લાભ બાકી સંસ્થાઓને મળે અને સંસ્થાઓએ મકાનનું બાંધકામ કરાવ્યું

છે તેને ચોથા હપ્તાની ગ્રાન્ટ તાત્કાલિક ચૂકવવી. ઉ.બૂ. આશ્રમ શાળાઓમાં આચાર્ય, ક્લાર્ક, પટાવાળા, રસોઈયા કામની ભરતી તાત્કાલિક કરવામાં આવે. સાધન, મરામત, મકાન રિનોવેશન અન્ય વિકાસ કામો કરવા માટે જરૂરી ખર્ચાના નાણાંની જોગવાઈ કરી આપવા

અંગે, આશ્રમ શાળાઓમાં સોલાર પાવર રમત-ગમત અને કસરતનાં સાધનો, રસોડા માટે સ્ટીલના વાસણો, પીવાના પાણી માટે આરો-પ્લાન્ટ, સોલ્ટર સોલાર સ્ટીલ

લાઈટ સોલાર પાણી હીટર જેવા સાધનોનો દરેક આશ્રમ શાળાને મળે તેવી વ્યવસ્થા કરવી. ઘણી આશ્રમ શાળામાં સંચાલકોને સરકારી ગૌચરની જમીન શૈક્ષણિક હેતુ માટે મળી છે. તેના 7/1રનો ઉતારાના નામ

દાખલ કરી સરકારી પ્ટાની જમીન રિન્યૂ કરવા બાબતે સરકાર રેવન્યૂ ખાતાને આદેશ કરે. આશ્રમ શાળા ઉ.બુ. આશ્રમ શાળાઓનું વાર્ષિક શૈક્ષણિક અને હિસાબી નિરીક્ષણ નિયમિત કરી ચૂકવવા છૂટી કરવા, દિવ્યાંગ શિક્ષકોની ભરતી અને તેવા શિક્ષકો માટે જરૂરી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા

માટે ખર્ચની સહાય આપવા અંગે, આશ્રમ શાળા કેમ્પસને સુરક્ષિત રાખવા અંગે બાઉન્ડ્રી વોલના બાંધકામ માટે અલાયદી

આર્થિક નાણાકીય ગ્રાન્ટની ફાળવણી કરવા. છાત્રાલયો આશ્રમ શાળાઓની ભૌતિક સુવિધાને અભાવે તેમજ અકસ્માતમાં વિદ્યાર્થીઓના મૃત્યુ

કે બીજા કારણોસર સંસ્થાઓ તરત બંધ કરવા આવે છે તે યોગ્ય નથી. સરકારે યોગ્ય ધોરણસર તપાસ કરી આખરી નિર્ણય લેવા અને પક્ષપાતભર્યું વલણ રાખવું નહિ

વગેરે પ્રશ્નો સરકાર સત્વરે હલ કરે. જો બાબતે રાજ્યના મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ ખાતાના મંત્રી તેમજ શિક્ષણ મંત્રીઓને બુનિયાદી શિક્ષણ રક્ષાત્મક

સંઘના શાળા સંચાલકોનું પ્રતિનિધિ મંડળ યોગ્ય રજૂઆત કરવા અંગેનો ઠરાવ સર્વાનુમતે લેવામાં

આવ્યો હતો. આ સંમેલનમાં આદિવાસી

સરકાર કેળવણી મંડળ અજરાઈ ગણદેવીના સંચાલક ભગુભાઈ દરજી, હળપતિ સેવા સંઘ બારડોલીના મંત્રી મનોજભાઈ દેસાઈ, ભરૂચ જિલ્લા શિક્ષણ મંડળ ડેડીયાપાડાના મંત્રી પ્રવીણભાઈ એન. પંડયા, આદિવાસી ગ્રામ વિકાસ

મંડળ ડેડીયાપાડાના પ્રમુખ સુમનભાઈ વસાવા, સાગબારા જી. નર્મદા કેળવણી મંડળના પ્રમુખ મગનભાઈ વસાવા, અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ડાંગના માજી ધારાસભ્ય મગનભાઈ ગામીત, સર્વોદય કેળવણી મંડળ રોહિણાના પારડી તા. વલસાડ જિલ્લાના માજી ધારાસભ્ય મોહનભાઈ કે. પટેલ, ઢોડિયા સમાજ ભીનારના

પ્રમુખ કલ્યાણજીભાઈ પટેલ, ગુજરાત નવી તાલીમ સંઘના કારોબારી સભ્ય કપિલભાઈ પટેલ અને અન્ય શિક્ષણ સંસ્થાઓના

સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો