calendar_todayMay 9, 2026
Bengal CM Swearing In Ceremony: યોગીની ખાસ ભેટ, શપથ ગ્રહણ બાદ શુભેન્દુને પહેરાવ્યો ભગવો ગમછો
શપથવિધિ બાદ જ્યારે શુભેન્દુ અધિકારી તમામ નેતાઓને મળતા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો ભગવો ગમછો ઉતારીને તેમને પહેરાવ્યો. યોગી તરફથી અપાયેલ આ ભગવો ગમછો એક ખાસ ભેટ તરીકે માનવામાં આવી રહ્યું છે.
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન
શપથવિધિ સમારોહનું આયોજન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક દિગ્ગજ નેતાઓ શપથવિધિ સમારોહમાં સામેલ થયા હતા.
પગે લાગી લીધા આશીર્વાદ
મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ શુભેન્દુ અધિકારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.
મંચ પર હાજર તમામ નેતાઓને એક પછી એક મળી અભિવાદન કર્યું
ત્યારબાદ શુભેન્દુએ મંચ પર હાજર તમામ નેતાઓને એક પછી એક મળી અભિવાદન કર્યું અને સૌએ તેમને શુભેચ્છાઓ આપી. જ્યારે તેઓ યોગી આદિત્યનાથ પાસે પહોંચ્યા, ત્યારે યોગીએ પોતાનો ગમછો પહેરાવી તેમનું સ્વાગત કર્યું.