calendar_todaySeptember 16, 2026
Bharuch: ગામમાંથી પસાર થતો 1 કિ.મી. ધૂળિયો રસ્તો RCCનો બનશે
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલા ઉમલ્લા ગામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વિકાસ કાર્યની ભેંટ મળી છે. ગામમાંથી પસાર થતાં ધૂળીયા રસ્તાને આરીસી પાકો રોડ બનાવાનું નક્કી થયુ છે અને લગભગ એક કિમીના આ રસ્તાનું તા.16 સપ્ટેમ્બર બુધવારના રોજ જિલ્લા ભાજપ આગેવાન રશ્મિકાંત પંડયાએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
ઉમલ્લા ગામનો રસ્તો ઘણા સમયથી ખખડધજ અને બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોની પાકો રસ્તો બનાવવાની માગ હતી આ માગને સ્વિકારીને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના સૌજન્યથી આ રસ્તો આરસીસી બનાવવાના કામને મંજૂરુ મળી છે. આજે આ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું જેમાં જિલ્લા ભાજપ આગેવાન રશ્મિકાંત પંડયા ઉપરાંત મહિલા સરપંચ દશરથભાઇ વસાવા, વાઘપુરા સરપંચ મુકેશભાઇ વસાવા, ડે. સરપંચ રજનીભાઇ પટેલ, મુકેશભાઇ વસાવા, નર્મદા સુગરના ડિરેક્ટર પ્રવિણભાઇ પટેલ, નૈનેશભાઇ પંડયા, વેપારી મંડળના પ્રમુખ ઉમેશભાઇ અગ્રવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ ઉમલ્લાથી વાઘપુરાને જોડતા એક કિ.મી.ના રસ્તાનું પણ આરસીસીનું કામ મંજૂર થતાં તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો