calendar_todayApril 14, 2026
Bharuch:ભરૂચ ખાતે વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટયોત્સવ ઉજવાયો
જગદગુરુ શ્રીમદ વલ્લભચાર્યજી મહાપ્રભુજીના 549 મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભરૂચ શહેરમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમનું આયોજન વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) ભરૂચ દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય પ્રભાત ફેરીનું યોજાઈ હતી. પ્રભાત ફેરી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાછી બેઠક સ્થાને પુર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભકતો, યુવાનો, મહિલા શક્તિ તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં આયોજકો પૈકી વીવાયઓ પ્રમુખ રોનક શાહ, પ્રભારી આશિષ તોલાટ, યુથ પ્રમુખ સંકેત શાહ, વુમન્સ પ્રમુખ દિક્ષિતા શાહ, સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ભક્તિ, સેવા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો હતો તેમજ યુવા પેઢીને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો અને શ્રી વલ્લભાચાર્યજીના ઉપદેશોથી પ્રેરિત કરવાનો હતો. આ સમગ્ર આયોજન દ્વારા ધાર્મિક અને સામાજીક એકતાને વધુ મજબુત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો