android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch: આંગન એપાર્ટમેન્ટનું પાર્કિંગ ધસી પડતા 8 કાર કાંસમાં ખાબકી

calendar_todaySeptember 14, 2026

Bharuch: આંગન એપાર્ટમેન્ટનું પાર્કિંગ ધસી પડતા 8 કાર કાંસમાં ખાબકી

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યુ છે. દરમ્યાન કસક વિસ્તારમાં વરસાદી કાંસ પાસે આવેલી આંગણ એપાર્ટમેન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થતાં એપાર્ટમેન્ટના પાર્કિંગની દિવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનકધસી પડયો હતો. પરિણામે પાર્કિંગમાં ઉભેલી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી.

મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે કસકવિસ્તારમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સોસાયટી પાછળથી પસાર થતી કાંસમા વધી ગયો હતો. કાંસની બાજુમાં આવેલા ભાગમાં સતત ધોવાણ થતા પાર્કિંગની જમીન નબળી પડી હતી. અચાનકપાર્કિંગની દિવાલ અને જમીનનો મોટો ભાગ ધસી પડતા શેડ પણ તૂટી ગયો હતો અને તેની સાથે પાર્ક કરેલી અનેકકાર કાટમાળ સાથે કાંસમાં ખાબકી હતી.

ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનમાં જાનહાની થઈ હોવાનું સામે આવ્યુ નથી પરંતુ વાહનોને લાખો રૂપિયાનું નુકશાન થયુ છે. રહીશોએ આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી માંગ કરી છે કે વરસાદી કાંસનું તાત્કાલીકમજબૂતીકરણ કરી કાયમી રિપેરીંગ કરવામાં આવે તેમજ વાહનોના માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો