android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch: ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓનો ભોગ લેવાયો, ઝેરી પાણી પીતા 9 કિંમતી ગાયોના મોત

calendar_todayFebruary 28, 2026

Bharuch: ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓનો ભોગ લેવાયો, ઝેરી પાણી પીતા 9 કિંમતી ગાયોના મોત

ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં પર્યાવરણ અને પશુઓના જીવ સાથે ચેડાં કરતી ચોંકાવનારી ઘટના બની છે. GIDCની ખુલ્લી જગ્યામાં કંપનીઓ દ્વારા છોડવામાં આવેલા ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી 9 જેટલી ગીર ગાયોના મોત નીપજ્યા છે. આ ઘટનાએ ઉદ્યોગોની બેદરકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી ગાયોના મોત  

મળતી માહિતી મુજબ, ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી સર્જન કેમિકલ અને રંગ કેમિકલ નામની કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવ્યું હતું. પશુપાલકની ગાયો ચરવા માટે નીકળી હતી ત્યારે આ ઝેરી પાણી પી જવાથી એકસાથે 9 કિંમતી ગીર ગાયોના ટપોટપ મોત થયા હતા.

પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી

આ મામલે પશુપાલક રામજી સિંઘવ દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીઓની બેદરકારીને કારણે જ આ પશુઓના મોત થયા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Gir Somnath: કોડીનાર પોલીસનું મિશન મહારાષ્ટ્ર, વેશ પલટો કરી 4 દિવસની રેકી બાદ બાહુબલી મુકાદમ ઝડપાયો