android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch : અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ, વેસ્ટ નિકાલ કરવાના સ્થાને ખાડામાં ફેંકાયું, કોન્ટ્રાકટર દ્વારા જમીન, પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરાતા 95 લાખનું પેમેન્ટ અટકાવાયું

calendar_todayFebruary 11, 2026

Bharuch : અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ, વેસ્ટ નિકાલ કરવાના સ્થાને ખાડામાં ફેંકાયું, કોન્ટ્રાકટર દ્વારા જમીન, પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરાતા 95 લાખનું પેમેન્ટ અટકાવાયું

ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું છે. અનેક ટન વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે ત્રણ સ્ટેજમાં નિકાલ કરવાના સ્થાને ખાડીમાં જ ફેંકી દેવાતા ખળભળાટ મચી ગયો છે

પ્રમુખ અને ચેરમેને દરોડો પાડ્યો

નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડો પાડી આ કૌભાંડ ઝડપી લીધું હતું. પ્રદુષણ ઘટાડવા હાથ ધરાયેલા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદુષિત કર્યા હતા.

શંકા ન જાય તે માટે રસ્તો કાઢી વેસ્ટ ખાડામાં ફેંકાયો

કોન્ટ્રાક્ટરે શંકા ન રહે તે માટે સાઇટ પર સુકાવલીની આસપાસનો રસ્તો કાઢી વેસ્ટ અવાવરુ ખાડીમાં ફેંકી દીધો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખનું પેમેન્ટ અટકાવ્યું

પાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખનું પેમેન્ટ અટકાવીને કડક પગલાં લીધાં છે. કોન્ટ્રાક્ટરે લેખિત કબૂલાત આપી કચરો હટાવવા માટે બાંયેધરી આપી છે. 


આ પણ વાંચો----   Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું