calendar_todayJanuary 3, 2026
Bharuch:FDDI અંકલેશ્વર અને કેવીઆઈસી દ્વારા કુશળતા વિકાસ તાલીમ યોજાઈ
ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ (એફ્ડીડીઆઈ), અંકલેશ્વરે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના સહયોગથી ચામડાના ફૂટવેર રિપેરિંગ વિષય પર 25 દિવસીય કુશળતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 30 સ્થાનિક કારીગરોએ ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની રોજગાર ક્ષમતા વધારવો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમનો સમાપન શુક્રવારે તા.2 જાન્યુઆરીના રોજ યોજાયેલ પ્રમાણપત્ર અને મશીન વિતરણ સમારોહ સાથે થયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જય તેરૈયા, પ્રમુખ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા (જી.આઈ.ડી.સી.), વિશેષ અતિથિ તરીકે મનીષ ટંડેલ, મહાસચિવ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા, લલિત પ્રકાશ જાંગરા, કાર્યકારી નિયામક, એફ્ડીડીઆઈ ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર તમામ કારીગરોને પ્રમાણપત્રો તેમજ સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા જરૂરી મશીનોનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોએ એફ્ડીડીઆઈ અને કેવીઆઈસીના સંયુક્ત પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો