calendar_todayJanuary 2, 2026
Bharuch: ઘરફોડ ચોરીના ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને SOG દ્વારા ઝડપી લેવાયો
ભરૂચ શહેરના 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રીરામઅવતાર કુસ્વાહાને ભરૂચ SOG ટીમે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
માંગરોળ તાલુકાના મોસલી વિસ્તારમાંથી ઝડપી લેવાયો
SOGને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસલી વિસ્તારમાં હાજર છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરતાં SOG ટીમ મોસલી ગામમાં હનીફભાઈના ભંગારના ગોડાઉન પહોંચી, આરોપીની ઓળખની ખાતરી કર્યા પછી તેને ઝડપી લીધો. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો---- Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર