android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch: UK જવા માટે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ

calendar_todayJanuary 7, 2026

Bharuch: UK જવા માટે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ

ભરૂચમાં યુકે જવા માટે કબૂતરબાજીનો પર્દાફાશ થયો છે. લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનાર વકીલ સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરાયો છે. વિદેશ જવા માટે નકલી મેરેજ સર્ટીફિકેટ બનાવતા હતાં. ખોટા મેરેજ સર્ટિફિકેટના આધારે યુવાનને યુકે બોલાવ્યો હતો. પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનો ચુકાદો બનાવ્યો 1 મહિલા સહિત યુકે રહેતા 3, કેનેડાના એક સામે ફરિયાદ નોંધાઈ છે.

લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ

ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, UK જવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજી કાંડ ઝડપાયુ છે. આ કૌભાંડમાં વકીલ સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. વિદેશ જવા માટે નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. ખોટા લગ્ન કરાવી યુ.કે. મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને ભરૂચ પોલીસ જાણ કરશે.

પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનો ચુકાદો બનાવ્યો

આરોપીઓએ ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનને UK બોલાવી લીધા બાદ પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવ્યું હતું. એક મહિલા સહિત હાલ યુ.કે રહેતા ત્રણ અને કેનેડામાં રહેતા એક મળી ચાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.ટોળકી દ્રારા ભરૂચ કે અન્ય જીલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ Gujarat News: 10 વર્ષમાં સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 1163 ટકા વધી, જાણો શું છે પૂનમબેન માડમ અને પાટીલની સંપત્તિનો આંકડો