android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા

calendar_todayJanuary 14, 2026

Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા

ભાવનગર શહેરના હિમાલિયા મોલની બાજુમાં આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરકામ માટે આવતી મહિલાએ ફ્લેટમાં 32 દિવસ દરમિયાન જુદા જુદા સમય દરમિયાન કસબ અજમાવી સોનાના દાગીના અને રોકડ રૂા. 2.60 લાખ મળી રૂા. 4.80 લાખના દર દાગીનાની ચોરી કરી લીધી હતી. ઘરમાં રૂપિયા ઓછા થતા મકાન માલિકને શંકા જતા તપાસ દરમિયાન સમગ્ર ઘટના સામે આવતા મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.

હિમાલિયા સ્કાય ફ્લેટમાં રહેતા હાર્દિકભાઈ કારેલિયાએ છાયાબેન સોલંકી નામના મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પત્નીના પગના સાંધાનું રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવેલ હોવાથી ઘર કામ માટે છાયાબેન સોલંકીને ઘરકામ કરવા માટે રાખ્યા હતા. પરંતુ છાયાબેનના આવ્યા બાદ ઘરમાંથી રૂપિયા ઓછા થતા હોવાની શંકા જાગી હતી. ઉક્ત મહિલાએ તેઓના ઘરે ઘરકામ દરમિયાન ઘરમાંથી રૂા. 2.60 લાખ રોકડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા. 2.20 લાખના દાગીના મળી રૂા. 4.80 લાખના દરદાગીના મળી ન આવતા છાયાબેને જ ચોરી કર્યાની શંકા ગયી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો