android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો

calendar_todaySeptember 12, 2026

Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો

ભાવનગર શહેરમાં ઝેરી દારૂના લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અઠવાડિયા અગાઉ દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે FSL અને વિસેરા રિપોર્ટ સામે આવતા સ્પષ્ટ થયું છે કે, ભાવેશનું મોત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું. રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણ હોવા છતાં પીવડાવ્યો ઝેરી દારૂ

તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સંજય અને મુકેશ પટેલ નામના શખ્સો પાસે 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી અને ઝેરી દારૂની બોટલ હતી. સંજયે પોતે પણ આ નકલી દારૂ પીધો હતો અને અગાઉ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ ઝેરી દારૂ પીવાથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં, આ બંને આરોપીઓએ ભાવેશભાઈને એક અઠવાડિયા પહેલાં તે જ જીવલેણ ઝેરી દારૂ પીવડાવ્યો હતો.

પોલીસે દાખલ કર્યો હત્યાનો ગુનો

પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંજય અને મુકેશ પટેલ સામે ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો (IPC/BNS હેઠળ) નોંધ્યો છે. જાણકા હોવા છતાં કોઈને ઝેર સમાન દારૂ આપવો એ ગંભીર અપરાધ બનતો હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

Bhavnagar News: Another Death, Murder Case Filed In Bhavnagar lattha kand

આરોપીઓની શોધખોળ તેજ

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ લઠ્ઠાકાંડમાં નકલી બોટલો ક્યાંથી આવી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.



આ પણ વાંચો: Bhavnagar-સોમનાથ હાઇવે પર કન્ટેનર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત