android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar New: કુમદવાડીમાં હીરાના કારખાનાના પાર્કિંગમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

calendar_todayMay 7, 2026

Bhavnagar New: કુમદવાડીમાં હીરાના કારખાનાના પાર્કિંગમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગર શહેરના કુમદવાડી (કુંભરવાડા) વિસ્તારમાં આજે એક હીરાના કારખાનાના પાર્કિંગમાંથી એક અજાણ્યા વ્યક્તિની મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીમારીના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન

ઘટનાની મળતી પ્રાથમિક વિગતો અનુસાર, જે વ્યક્તિનો મૃતદેહ મળી આવી છે, તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કદાચ બીમારીના કારણે અથવા અચાનક તબિયત લથડતા આ વ્યક્તિનું મોત નીપજ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસે ઓળખ વિધિ અને તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વ્યક્તિ કોણ છે અને કારખાનાના પાર્કિંગમાં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Bhavnagar: SBI લોન કૌભાંડમાં બેન્ક મેનેજરની સંડોવણીનો ઘટસ્ફોટ, 1.35 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે ચીફ મેનેજરને દબોચ્યા