android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...

calendar_todaySeptember 1, 2026

Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...

ભારતીય રેલ્વેએ ગુજરાતના ભાવનગરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આશરે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવનગર ટર્મિનસ (BVC) ખાતે ટ્રેનોના વધતા બોજ અને ભીડને ઓછી કરવાનો છે. ટ્રેનોના સ્ટેબલિંગ અને અન્ય ઓપરેશનલ કાર્યોને ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાથી ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે, રેક ડિટેન્શન ઘટશે અને રેલવે વ્યવહાર વધુ સક્ષમ તથા સુચારૂ બનશે.

યાર્ડમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સુધારા

પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર પરા ખાતે કામગીરીની ક્ષમતા વધારવા માટે ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન અને ART તથા ARME સાઇડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશન તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) બિલ્ડિંગનું સ્થાનાંતરણ અને તેને લગતી આધુનિક ઇલેક્ટ્રિકલ તથા સિગ્નલિંગ કામગીરી હાથ ધરાશે. સ્થાનિક વાહનવ્યવહારની સુગમતા માટે બે રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ થશે, જેમાં એક નવા RUBનો સમાવેશ થાય છે જ્યારે એક હયાત RUBનો વિસ્તાર કરવામાં આવશે.

મુસાફરો માટે સુવિધાસભર પ્લેટફોર્મ અને ફુટ ઓવર બ્રિજ

આ રિમોડેલિંગથી મુસાફરોની સુવિધાઓ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. સ્ટેશન પર એક નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર 2 ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર માટે હયાત ફુટ ઓવર બ્રિજ (FOB)ના વિસ્તાર સાથે એક નવા આધુનિક FOBનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ સુધારાઓ ભાવનગર અને આસપાસના ક્ષેત્રના મુસાફરો માટે રેલવે મુસાફરીને વધુ આરામદાયક, સુરક્ષિત અને અનુકૂળ બનાવશે.

આ પણ વાંચો : Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!