android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

calendar_todayMarch 10, 2026

Bhavnagar News: ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ બેંકની ચાર શાખાઓમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ શાખાઓમાં તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસરનો સમાવેશ થાય છે. સાયબર ગઠિયાઓએ રવિવારે બેંકના સોફ્ટવેરને હેક કરીને બિનઅધિકૃત ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચાર શાખાઓમાં મોટી સાયબર ફ્રોડની ઘટના બની છે. જેના કારણે આ બેંકની તમામ શાખાઓમાં હાલમાં લેવડ દેવડ સહિતના કામો બંધ કરવામાં આવ્યા છે. બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે. સાયબર ફ્રોડની ઘટના બનતાં બેંકમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. બેંકમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને ગ્રાહકોમાં પણ મોટી ચિંતા ઉભી થઈ છે.

થાપણદારોમાં મોટી ચિંતાનો માહોલ

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકમાં તળાજા, ભરતનગર, સુભાષનગર, સિદસર શાખામાં સાયબર ગઠિયાએ બેંકની જ સાત કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. રવિવારે બેંકનું સોફ્ટવેર હેક કરીને રકમ ટ્રાન્સફર કરી નાંખી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બેંકમાં થયેલા ફ્રોડની ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી જતાં બેંકના ગ્રાહકો અને થાપણદારોમાં મોટી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત