calendar_todayMarch 16, 2026
Bhavnagar News : વ્યસનમુકિત અંગે પાલીતાણાના વડાળ ગામે મોટો નિર્ણય, દારુ પીતા પકડાશો તો થશે રુ. 5100નો દંડ
ભાવનગરના પાલીતાણાના વડાળા ગામના લોકોએ મોટો નિર્ણય લીધો છે, જેમાં લગ્ન પ્રસંગે દારૂ લાવનારનો બહિષ્કાર કરવામાં આવશે અને ગામમાં કોઈ પણ વ્યકિત દારૂ પીતા ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે, ગામમાં દારૂ પીવાનું દૂષણ વધતા સરપંચ દ્વારા બેઠક બોલાવી હતી અને કમિટી પણ બનાવવામાં આવી હતી.
બેઠકમાં સરપંચ દ્વારા કમિટી પણ બનાવાઇ
ભાવનગરના પાલીતાણાના વડાળ ગામના આગેવાનોનો વ્યસનમુક્તિ અંગે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં દારૂ કે અન્ય નશો કરેલી હાલતમાં વડાળ ગામનો કોઇ ગામમાં જણાઇ તો તેને દંડ કરાશે તેવો નિર્ણય કરાયો છે અને આ નિર્ણયને ગ્રામજનોએ વધાવ્યો છે, દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો રૂપિયા 5100નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે.
ગામમાં દારૂ પીધો તો થશે દંડ
લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં દારૂ લવાયો હશે તો તે વ્યક્તિનો ગામ દ્વારા બહિષ્કાર કરાશે અને વ્યસનમુક્તિ અંગે સાધુ સંતો આગેવાનો સહિતની ઉપસ્થિત બેઠક મળી હતી. બેઠકમાં સરપંચ વનરાજભાઈ કામળિયા દ્વારા લેવામાં આવ્યો નિર્ણય અને કમિટી બનાવી ગામમાં નશાખારોને ડામવા કામગીરી કરાશે.