android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar : બગદાણાના નવનીત બાલધીયા હુમલા કેસમાં તપાસ, SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ

calendar_todayJanuary 17, 2026

Bhavnagar : બગદાણાના નવનીત બાલધીયા હુમલા કેસમાં તપાસ, SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ

ભાવનગર જિલ્લામાં બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલ SIT ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોને રેન્જ IG કચેરી ખાતે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા

આ અનુસંધાને બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા હતા.

અજાણ્યા આઠ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે હુમલાની ઘટના સમયે મહિલા PI ડી.વી. ડાંગર દ્વારા અજાણ્યા આઠ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહિલા PI ની બદલી કરાઇ હતી

પરંતુ આ પ્રકરણમાં મહિલા PI ઉપર ગંભીર આરોપો લાગતા તાત્કાલિક અસરથી તેમની પાસેથી તપાસ હટાવી લેવામાં આવી હતી અને તેમને લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવ્યા હતા.

IG સમક્ષ ડી.વી. ડાંગર શું નિવેદન આપે છે તેની પર સૌની નજર

હવે આ મામલે મહત્વનું એ છે કે IG સમક્ષ ડી.વી. ડાંગર શું નિવેદન આપે છે અને તેના આધારે રેન્જ IG દ્વારા તેમના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે, તે પર સૌની નજર મંડાઈ છે. SIT દ્વારા તપાસ આગળ વધી રહી છે.


આ પણ વાંચો-----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા