calendar_todayMarch 8, 2026
Bhiloda: કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડયું, કેસરિયો ખેસ ધારણ કર્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં નવા ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસે નટરાજ પાર્ટી પ્લોટમાં ભિલોડા વિધાનસભા વિસ્તારમાં હોળી-ધુળેટીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
ભિલોડા તાલુકાની કુંડોલ-પાલ બેઠકના જિલ્લા પંચાયત, સદસ્ય રાજેશ્વરીબેન કે. ચંપાવત, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ, પુર્વ પ્રમુખ, બલભદ્રસિંહ વી. ચંપાવત, કર્ણવીરસિંહ બી. ચંપાવત, ડે. સરપંચ, ખુમાપુર-ચિબોડા ગ્રૂપ ગ્રામ પંચાયત સહિત આશરે 300થી વધુ કોંગ્રસના વર્ષો જુના હોદ્દેદારો, કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. રાજયકક્ષાના મંત્રી પી.સી.બરંડા, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, ભાજપ જીલ્લા પ્રભારી સંજયભાઈ દેસાઈ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત જિલ્લા, તાલુકા કક્ષાના ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, અદના કાર્યકરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોને સન્માનભેર ભાજપમાં જોડયા હતા.કાર્યક્રમમાં જિલ્લા, તાલુકાકક્ષાના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો