calendar_todayApril 14, 2026
Bhopalમાં 4100 વૃક્ષો કાપ્યા પણ નવા ક્યાં રોપાયા તેની યાદી ગાયબ, NGTએ 5 વર્ષનો હિસાબ માંગ્યો
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં વૃક્ષોની કટાઈ અને વૃક્ષારોપણની વાસ્તવિકતાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ કડક વલણ અપનાવ્યું છે.NGT એ ભોપાલ નગર નિગમ અને વન વિભાગને સોગંદનામા દ્વારા વિગતવાર આંકડા રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં કાપવામાં આવેલા વૃક્ષોની કુલ સંખ્યા, તેના બદલામાં જમા કરાયેલી રકમ અને તે ફંડના ઉપયોગનો પૂરો હિસાબ માંગવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ ડેટા ઉપલબ્ધ નથી, જેના પર NGT એ નારાજગી વ્યક્ત કરી હતી.
અત્યાર સુધી સામે આવેલા મુખ્ય આંકડા
- 4105 વૃક્ષોની કટાઈનો મામલો, જે મુખ્યત્વે કોલાર વિસ્તાર સાથે જોડાયેલો છે.
- વૃક્ષારોપણ માટે મળેલા કરોડો રૂપિયાના ફંડના ઉપયોગ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
- રોપવામાં આવેલા છોડનો સર્વાઈવલ રેટ (જીવંત રહેવાનો દર) અત્યંત ઓછો છે, જેનો સચોટ રિપોર્ટ અપાયો નથી.
- ઘણી જગ્યાએ 5 ફૂટની ઊંચાઈના છોડ રોપવાનો નિયમ પણ યોગ્ય રીતે લાગુ થયો નથી.
- વૃક્ષોની કટાઈ અને વળતર માટે અલગ ફંડ એકાઉન્ટ પણ મળ્યું નથી.
આગામી કાર્યવાહી
સુનાવણી દરમિયાન NGT એ સ્પષ્ટ કર્યું કે જો શહેરની હવાની ગુણવત્તા વધુ ખરાબ થશે તો GRAP લાગુ કરવામાં આવશે. આ હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અને ધૂળ નિયંત્રણ જેવા કડક પગલાં લેવાશે. પર્યાવરણ પ્રેમી નિતિન સક્સેનાએ આરોપ લગાવ્યો છે કે નિગમે 4000 વૃક્ષોના બદલામાં ક્યાંય નવા છોડ રોપ્યા નથી. બીજી તરફ, કોંગ્રેસે લાખો વૃક્ષોની કટાઈનો હિસાબ માંગ્યો છે, જ્યારે ભાજપે દાવો કર્યો છે કે સરકાર મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરશે.
NGTએ વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી
ભોપાલમાં ૪૧૦૦થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, પરંતુ તેના બદલામાં કેટલા નવા વૃક્ષો રોપાયા તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ ન મળતા NGTએ વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી છે.વૃક્ષારોપણના કરોડો રૂપિયાના ફંડનો હિસાબ અને છેલ્લા ૫ વર્ષનો ડેટા ગાયબ હોવા અંગં પ્રશાસનને માહિતી મળતા NGTએ નગર નિગમ અને વન વિભાગ પાસે સોગંદનામા સાથે જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો: World News: ભારતીય સેનાના સૈનિકોએ કોંગોમાં લાગેલી આગ સામે લોકોના બચાવ્યા જીવ