android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

calendar_todayJanuary 20, 2026

BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

નીતિન નબીન બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ કહ્યું કે જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું. એનડીએની સરકાર બની. પૂર્વ તમામ અધ્યક્ષો અને તેમના યોગદાન માટે દેશના કાર્યકર્તાઓ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. 

નીતિનજીએ પોતાને સાબિત કર્યા છે- પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે માનનીય નીતિનજીના સંપર્કમાં જે પણ આવે છે તેમની સહજતા અને સરળતાની ચર્ચા જરૂર કરે છે. બીજેપી યુવા મોરચાનું દાયિત્વ હોય કે પછી અલગ અલગ રાજ્યોમાં પ્રભારી તરીકેનું કાર્ય હોય, કે પછી બિહાર સરકારમાં કામ કરવાનો અનુભવ હોય. નીતિનજીએ હંમેશા જ્યારે પણ જે જે કામ સોંપવામાં આવ્યું છે તેમાં તેમણે પોતાને સાબિત કર્યા છે. જવાબદારી આપનારાઓને તેમના કાર્યએ ગર્વથી ભરી દીધુ છે.

બીજેપી અધ્યક્ષ મિલેનિયલ છે- પીએમ મોદી 

આ 21મી સદી છે. જોત જોતામાં 21માં સદીના પહેલા 25 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આવનારા 25 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે વિકસિત ભારતનું નિર્માણ થશે. નીતિન નબીનજી બીજેપીના વારસાને આગળ વધારશે. બીજેપી અધ્યક્ષ મિલેનિયલ છે. તેઓ એ જનરેશન છે જેણે ભારતમાં આર્થિક, સામાજિક અને ટેક્નોલોજીકલ પરિવર્તન થતા જોયા છે. તેઓ રેડિયોથી માહિતી મેળવી અને આજે એઆઇના પણ એક્ટિવ યુઝર છે. તેમની પાસે યુવા ઉર્જા છે અને સંગઠનમાં કાર્યકાળનો લાંબો અનુભવ પણ છે. 

નીતિન નબીનજી મારા બોસ છે- પીએમ મોદી 

નીતિન નવીન એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. તેઓ પાર્ટીના 12મા અધ્યક્ષ બન્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટીના નેતાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "નીતિન નવીન જી મારા બોસ છે, હું તેમનો કાર્યકર છું."