calendar_todayMay 4, 2026
BJP જીત તરફ આગળ વધતા જોઇ મમતા દીદીનું મોઢું લટક્યું! હસી હસીને પેટ દુખી જશે, જુઓ Video
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ માત્ર રાજકીય ગલીઓમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારે હલચલ મચાવી દીધી છે. જેમ જેમ મતગણતરીના આંકડાઓ ઉપર-નીચે થઈ રહ્યા છે, તેમ તેમ ફેસબુક, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ (Memes)નો જાણે પૂર આવ્યો છે. ભારતીય ચૂંટણીઓમાં હવે મીમ્સ એ જનતાની લાગણીઓ વ્યક્ત કરવાનું એક સશક્ત અને રમુજી માધ્યમ બની ગયું છે.
રસાકસી અને જલેબીના મીમ્સ
સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ મીમ્સ ભાજપ અને ટીએમસી વચ્ચેની કાંટાની ટક્કર પર બની રહ્યા છે. ભાજપ મુખ્યાલયમાં જલેબી તળાઈ રહી હોવાના સમાચાર આવતા જ નેટીઝન્સે 'જલેબી'ને લઈને અનેક ફની મીમ્સ બનાવ્યા છે. કોઈ મીમમાં હરિયાણાની ચૂંટણીના જૂના રેફરન્સ સાથે જલેબીને જોડવામાં આવી છે, તો કોઈમાં "વહેલી ઉતાવળ ભારે પડશે કે શું?" તેવી મજાક કરવામાં આવી રહી છે.
નેતાઓના હાવભાવ પર નિશાન
ખાસ કરીને મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચેની નંદીગ્રામ જેવી બેઠકો પરની રસાકસી પર મીમ્સનો મારો ચાલી રહ્યો છે. જ્યારે મમતા બેનર્જી પાછળ હોય ત્યારે વિરોધ પક્ષના સમર્થકો "ખેલા હોબે" સ્લોગનનો ઉપયોગ કરીને તેમની મજાક ઉડાવતા મીમ્સ શેર કરી રહ્યા છે, તો બીજી તરફ જ્યારે ભાજપની લીડ વધે છે ત્યારે કેસરીયા સમર્થકો "બંગાળમાં કમળ ખીલ્યું" તેવા બોલિવૂડ મૂવીના સીન્સ વાપરીને રમુજ ફેલાવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો એવો પણ વાયરલ થયો છે જેમાં દીદી મોઢું લટકાવીને બીજેપીની જીત તરફ આગળ વધતા જોતા આમ તેમ ફરી રહ્યા છે.
==
તટસ્થ મતદારો અને એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના અંદાજો અને વાસ્તવિક પરિણામો વચ્ચેના તફાવતને લઈને પણ મીમર્સ પાછળ રહ્યા નથી. 'પંચાયત' વેબ સિરીઝના 'દેખ રહા હે વિનોદ' જેવા ફેમસ ડાયલોગ્સનો ઉપયોગ કરીને એક્ઝિટ પોલના એનાલિસ્ટ્સની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યા છે કે, "બંગાળની જનતાએ બધાના ગણિત બગાડી નાખ્યા છે."
આ પણ વાંચોઃ Tamil Nadu election Results 2026 : TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ