android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BMC Election Results: જેમણે ગદ્દારી કરીને જીત મેળવી..BMC ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

calendar_todayJanuary 17, 2026

BMC Election Results: જેમણે ગદ્દારી કરીને જીત મેળવી..BMC ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

BMC ચૂંટણી પરિણામો બાદ હવે મેયર કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ બધા વચ્ચે યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ગદ્દારી કરીને જેમણે જીત મેળવી છે તે જીત મુંબઇને ગિરવી રાખવા માટે છે. ચૂંટણી પરિણામ પછી ઉદ્ધવ ઠાકરે શનિવારે જનતા વચ્ચે આવ્યા હતા .

ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જનતાને સંબોધન કર્યું. તેમણે માતોશ્રી ગેટ પર પાર્ટીના કાર્યકરો અને વિજેતાઓને સંબોધન કર્યું. આ દરમિયાન, તેમણે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કરતાં કહ્યું કે તમે બધા આ સફળતાના સાચા લાયક છો. અમે ફક્ત એક માધ્યમ છીએ. આ પરિસ્થિતિઓમાં મળેલું પરિણામ ગર્વ લેવા જેવું છે.


તેમણે વધુમાં કહ્યું કે અમારા અને ભાજપ વચ્ચે ફરક છે. તેઓ વિચારે છે કે તેમણે કાગળ પર શિવસેનાનો નાશ કર્યો છે, પરંતુ તેઓ જમીન પર શિવસેનાનો ક્યારેય નાશ કરી શકતા નથી કારણ કે તેઓ પોતે ક્યારેય જમીન સાથે જોડાયેલા રહી શકતા નથી.

મુંબઇને બહારના લોકોના હાથે ગીરવી મૂકવાનો આરોપ

ભવિષ્ય તરફ નજર કરતાં, ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં મેયર રાખવાની તેમની પાર્ટીની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે અંતિમ નિર્ણય "ભગવાનના હાથમાં" હોઈ શકે છે, તેમ છતાં સંઘર્ષ ચાલુ રહેશે. પાર્ટી છોડી ગયેલા નેતાઓ પર નિશાન સાધતા, તેમણે તેમના પર વિશ્વાસઘાત અને "મુંબઈને બહારના લોકોના હાથે ગીરવે મૂકવા"નો આરોપ મૂક્યો, જેને મરાઠી લોકો ક્યારેય માફ કરશે નહીં.

લડાઇ હજુ પુરી નથી થઇ- ઉદ્ધવ ઠાકરે 

પોતાના ભાષણના સમાપન કરતાં, ઠાકરેએ કહ્યું કે તેમણે આ લડાઈ નોંધપાત્ર સંસાધનો અને સુવિધાઓ વિના લડી. "આપણી પાસે શક્તિ અને જુસ્સો છે, તેમની પાસે ફક્ત પૈસા છે." ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરોને એકતા જાળવવા અપીલ કરતા કહ્યું કે આ લડાઈ હજુ પૂરી થઈ નથી અને આ એકતા ભવિષ્યમાં ફરીથી વિજય તરફ દોરી જશે.

મને તમારા પર ગર્વ છે - ઉદ્ધવ ઠાકરે

પોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને તમારા પર ગર્વ છે. તમે સમર્પણ સાથે લડ્યા. જ્યારે હું ફરતો હતો, ત્યારે અમે કોઈ ખાસ સુવિધાઓ પૂરી પાડી શક્યા નહીં. અમારી પાસે શરીર અને મન છે, તેમની પાસે ફક્ત પૈસા છે. અમારી સંયુક્ત શક્તિથી, અમે તેમને પરસેવો પાડ્યો."

તેમણે વધુમાં કહ્યું આ શક્તિને એક રાખો જેથી ભાવિ પેઢીઓ તમારા પર ગર્વ કરી શકે. હું નમન કરું છું અને આ જીતનો શ્રેય તમારા બધાને આપું છું. લડાઈ હજી પૂરી થઈ નથી. દ્રઢતા સૌથી મહત્વપૂર્ણ છે કોઈ તેને ખરીદી શકતું નથી. આ દ્રઢતાથી આપણે ફરીથી જીતીશું.