calendar_todayFebruary 11, 2026
BMC Mayor 2026: ઠાકરે પરિવારનો દબદબો પૂર્ણ, રિતુ તાવડેએ મેયરનો સંભાળ્યો પદભાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મેયર તરીકે ભાજપના રિતુ તાવડે બિનહરીફ ચૂંટાયા છે. શિવસેનાના સંજય ઘાડી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. આનાથી BMCમાં ઠાકરે પરિવારના 25 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો છે. ચાર દાયકામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ભાજપ સભ્ય મુંબઈના મેયર બન્યા છે.
આ ઐતિહાસિક દિવસ છે- મેયર
આ પ્રસંગે તેમણે કહ્યું કે હું ખૂબ ખુશ છું. આ મારા માટે એક ઐતિહાસિક દિવસ છે. મને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મારે મુંબઈમાં વ્યાપકપણે કામ કરવાનું છે. શિવસેના યુબીટી મુંબઈ માટે કોઈ પ્રેમ બાકી નથી. મુંબઇ માટે કામ કરવાનું છે.,
હું મુંબઇના લોકોનું આભાર માનું છું- એકનાથ શિંદે
બીએમસી ચૂંટણીઓ અંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે કહે છે કે, "મહા યુતિ માટે આ ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે મુંબઈના લોકોએ અમને બહુમતી આપી છે. મહા યુતિના મેયર રીતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘડી અહીં બિનહરીફ ચૂંટાયા... હું મુંબઈના લોકોનો આભાર માનું છું..."
કોણ છે રિતુ તાવડે?
- રીતુ તાવડે ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર છે.
- રીતુ તાવડે 2012માં વોર્ડ નંબર 127માંથી જીત્યા હતા.
- તેઓ પહેલી વાર 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121માંથી ચૂંટાયા હતા.
- ત્યારબાદ, 2025ની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 132માંથી જીત્યા હતા.
- તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.