android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bodeli: બોડેલીના ગોગડિયા ગામે ખેતરોમાં નમી પડેલી HT કૃષિ વીજ લાઇન

calendar_todayApril 13, 2026

Bodeli: બોડેલીના ગોગડિયા ગામે ખેતરોમાં નમી પડેલી HT કૃષિ વીજ લાઇન

બોડેલી તાલુકાના ગોગડીયા ગામમાંથી પસાર થતી કૃષિ વીજ લાઇનના જીવતા વીજ વાયરો ખેતરમાં નમી પડતા અકસ્માતનો ભય ખેડૂતોનો સતાવી રહ્યો છે. પાછલા બે ત્રણ વર્ષથી નમી પડેલા વીજવાયરો સરખા કરવા અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નક્કર કામગીરી કરાતી નથી. બોડેલી તાલુકાના ગોગડીયા કેનાલ ફળિયામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ખેતી આધારીત રહેતા હોય છે. કેનાલ ફળિયામાં વસવાટ કરતા ખેડૂત સંતોષ પ્રવીણભાઈ અને લક્ષ્મણ નાનજીભાઈના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે. આ એગ્રીકલ્ચરની લાઇન છેલ્લા 3 વર્ષથી નમી ગઈ હોવા છતા તંત્રને અનેકવાર વીજ લાઈન અંગે મૌખિક રજૂઆત કરાઈ છતાં વાત તંત્રના કાને ન આવતા આજદિન સુધી કોઈ પણ નિરાકરણ ન આવતા આ નમી ગયેલા જીવતા વીજ વાયરોથી ખેડૂતોને ખેતરમાં જવાનું પણ બંધ કરી દેતા આખરે ખેડૂતો વાવણી વગર આર્થિક સંકટ સર્જાયું છે. બોડેલી તાલુકામાં વીજ વાયરો નમી પડયા હોવાથી અગાઉ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ પત્ર લખીને અનેક જગ્યાઓ પર નમી ગયેલા વીજ પોલની કામગીરી હાથ ધરવામાં આવે પરંતુ અહીંયા લાબા સમયથી વીજ પોલ નમી પડયા છતા આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો