android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત

calendar_todayMarch 20, 2026

Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત

 આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં એક અત્યંત કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. બોરસદ-નાપા રોડ પર ધોબીકુઇ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બોરસદમાં ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, લાંભવેલના રહેવાસી સુનીલ પઢિયાર અને મયંક પરમાર કેટરર્સનો ઓર્ડર પૂરો કરીને બોરસદથી પરત લાંભવેલ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાવાઝોડાને કારણે ધોબીકુઇ પાસે રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થયેલું હતું. આ ઝાડ પાસેથી પસાર થતી વખતે બાઈક અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને મિત્રોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ બોરસદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા બે કમાઉ દીકરાઓના મોતના સમાચાર મળતા જ લાંભવેલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી