calendar_todayApril 9, 2026
Botad: અનંત અંબાણીના જન્મ દિવસે ગૌ શાળા માટે રૂપિયા 10 કરોડનું દાન
સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભકિત અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના 31માં જન્મ દિવસે યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગૌ શાળા માટે રૂ. 10 કરોડનું માતબર દાન અર્પણ કર્યું છે. આ મંદિરના આંગણે 28 એકર જમીનમાં વિશાળ અત્યાધુનિક શ્રી કષ્ટભંજન દેવ ગૌ શાળાનું નિર્માણ થઇ રહ્યું છે. જે આશરે રૂ. 15 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. આ પ્રોજેકટમાં મુખ્ય યજમાનપદે અંબાણી પરિવાર છે. અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે હનુમાનજી દાદાના ચરણોમાં મારૂતિ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના આંગણે સ્વીડનની 130 વર્ષ જૂની વિશ્વ વિખ્યાત ડેલાવાલ કંપનીના સહયોગથી આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. આ સેવામાં સમગ્ર ખર્ચ અંબાણી પરિવાર સિવાય અન્ય કોઇ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો