calendar_todayApril 19, 2026
Botad: સાળંગપુર સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દરબારમાં 2,000 કિલો કેરીનો આમ્રોત્સવ
સાળંગપુર : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ તીર્થધામ સાળંગપુર મુકામે અખાત્રીજના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફ્ળોના રાજા એવી 2000 કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરી આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પાવન પ્રસંગે હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી 2000 કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીતે શણગારવામાં આવ્યું. તેમજ સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન કરીને મોટીસંખ્યામાં ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.