android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો

calendar_todayFebruary 5, 2026

Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે મંગળવારે રાત્રિના સુમારે એક ગંભીર બનાવ બન્યો હતો. જાળીયા ગામના હરજીભાઈ રાઘાભાઇ સાંચલા નામના પશુપાલકના વાડામાં સાતથી આઠ ભટકતા કુતરાઓ વાડામાં કૂદીને ઘૂસી ગયા હતા અને અંદાજે 80 ઘેટાં પર અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં લગભગ 40 ઘેટાંનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 30 જેટલા ઘેટાંને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પશુપાલક તાત્કાલિક પોતાના વાડામાં દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા કુતરાઓને ભગાડવામાં સફ્ળ રહ્યા હતા. આ બનાવની માહિતી મળતા જ જાળીલા ગામના સરપંચ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી મદદરૂપ કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ઘેટાઓને તાત્કાલિક સારવાર માટે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી પશુપાલકોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં ભટકતા કુતરાઓના આતંકને કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને ભટકતા કુતરાઓ પર નિયંત્રણ લાવવા અને પશુપાલકોને યોગ્ય વળતર આપવા માટે માંગ ઉઠાવવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો