android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad : APMC ખાતે ચણાની આવક શરૂ , છૂટક બજારમાં 1000 થી 1060 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ

calendar_todayFebruary 23, 2026

Botad : APMC ખાતે ચણાની આવક શરૂ , છૂટક બજારમાં 1000 થી 1060 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ

બોટાદ APMC ખાતે ચણાની આવક શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના દિવસોમાં જ બજારમાં 5 હજાર મણ કરતા વધુ આવક નોંધાઈ રહી છે. ત્યારે આવતા દિવસોમાં ચણાની આવકમા વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ચણાના છૂટક બજારમાં ૧૦૦૦ થી ૧૦૬૦ સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

ચણાની આવક શરૂ થતાં જ બજારમાં ચહલપહલ વધી

બોટાદ APMCમાં ચણાની આવક શરૂ થતાં જ બજારમાં ચહલપહલ વધી છે. શરૂઆતના દિવસોમાં જ 5 હજાર મણાથી વધુ ચણાની આવક નોંધાઈ છે. બજાર સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આવકમાં વધુ વધારો થવાની સંભાવના છે. પાક સારો આવતાં અને હવામાન અનુકૂળ રહેતાં ખેડૂતો મોટી સંખ્યામાં ચણા વેચાણ માટે લાવી રહ્યા છે. હાલ છૂટક બજારમાં ચણાના ભાવ પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૦૫૦ રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે. ગુણવત્તા અનુસાર ભાવમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે.ત્યારે ચણાના હાલના ભાવથી એકંદરે ખેડુતોમા સંતોષ જોવા મળી રહ્યો છે.

૪ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર નોંધાયુ

બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકામાં મળી જિલ્લામા ચાલુ વર્ષે કુલ ૨૪ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર નોંધાયુ છે ત્યારે એકંદરે ગયા વર્ષની જેટલુંજ ચણાનું વાવેતર થયું છે. ત્યારે બોટાદ APMC ના ચેરમેન અને વેપારીઓનું કહેવું છે કે જિલ્લામા ચણાનું સારૂ વાવેતર થયું છે જેના કારણે આવક વધતા ભાવમાં હલચલ જોવા મળી શકે છે, ચણાના પાકની સીઝનના શરૂઆતના દિવસોમાં 100 ઉપરના વાહનોમાં ખેડુતો ચણા વેચવા આવી રહ્યાં છે અને આવતા દિવસમાં ચણાની આવક મા ધરખમ વધારો પણ થવાની શક્યતા સેવાઇ રહી છે.


આ પણ વાંચો---     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી