android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad: CM બંદોબસ્તમાં જતી પોલીસની અશ્વ વાનને નડ્યો અકસ્માત, 'રોમેન્ટિક આઈસ' નામની ઘોડીનું મોત

calendar_todayApril 24, 2026

Botad: CM બંદોબસ્તમાં જતી પોલીસની અશ્વ વાનને નડ્યો અકસ્માત, 'રોમેન્ટિક આઈસ' નામની ઘોડીનું મોત

બોટાદથી સાળંગપુર રોડ પર ગત 22 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલી પોલીસની અશ્વ વાનને નડેલા ગમખ્વાર અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. આ અકસ્માતમાં પોલીસના માનીતા અશ્વનું મોત નિપજ્યું છે, જ્યારે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

સીસીટીવીમાં દેખાયા ભયાનક દ્રશ્યો

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પોલીસની અશ્વ વાન પોતાના નિયત માર્ગ પર સાળંગપુર તરફ જઈ રહી હતી. તે સમયે પાછળથી આવતી ફાયર બ્રિગેડની ગાડીએ પૂરપાટ ઝડપે અશ્વ વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક દરમિયાન ફાયરની ગાડીએ અશ્વ વાનને જોરદાર ટક્કર મારતા વાન રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સાળંગપુર રોડ પર નાઈરા પેટ્રોલ પંપ સામે સર્જાયો હતો.

અશ્વનું મોત અને નુકસાન

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં ₹1.80 લાખની કિંમતની 'રોમેન્ટિક આઈસ' નામની ફિમેલ અશ્વનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વાનમાં સવાર અન્ય ત્રણ અશ્વોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં વાન ચલાવી રહેલા અને અંદર સવાર બે પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Ahmedabad: વિરમગામ-નળસરોવર રોડ પર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મોત