android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News : બરવાળા ખાતે 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, સમાધાન કરીને કોર્ટની સાક્ષીએ કેસનો થઈ શકશે નિકાલ

calendar_todayFebruary 22, 2026

Botad News : બરવાળા ખાતે 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, સમાધાન કરીને કોર્ટની સાક્ષીએ કેસનો થઈ શકશે નિકાલ

આ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન કરાવી વિવાદોનો ઝડપી અને સુખદ નિકાલ લાવવાનો છે. લોક અદાલતમાં વિવિધ પ્રકારનાં સમાધાનલાયક કેસોનો સમાવેશ કરવામાં આવશે.

ફોજદારી કેસોનો પરસ્પર સમજૂતીથી નિકાલ કરવાનો પ્રયાસ

ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી સંબંધિત દાવાઓમાં વ્યાજ માફી સાથે સમાધાન, લેણી રકમની તકરાર, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, ઘરેલું હિંસા અધિનિયમ હેઠળનાં મામલા, ભરણપોષણ સંબંધિત અરજીઓ, દિવાની દાવાઓ તેમજ સમાધાનપાત્ર ફોજદારી કેસોનો પરસ્પર સમજૂતીથી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ છે

લોક અદાલત ન્યાયની પ્રક્રિયાને સરળ, ઝડપી અને ઓછા ખર્ચાળ બનાવવાનો અસરકારક ઉપાય છે. પરંપરાગત અદાલતી પ્રક્રિયાની તુલનામાં અહીં વિવાદો ઓછા સમયમાં અને બંને પક્ષોની સહમતિથી ઉકેલી શકાય છે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. લાગતા વળગતા પક્ષકારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તા. ૧૪/૦૩/૨૦૨૬ના રોજ યોજાનારી આ લોક અદાલતમાં ભાગ લઈ પોતાનાં કેસો સમાધાન માટે રજૂ કરે. વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ, જિલ્લા ન્યાયાલય બોટાદ તથા તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતિ બરવાળા, પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ બરવાળાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : Bhavnagar News : લગ્નમાં આવેલા 5 ડોકટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ