android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News : બોટાદ PGVCL દ્વારા 24 માર્ચના રોજ 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ’કરાશે

calendar_todayMarch 22, 2026

Botad News : બોટાદ PGVCL દ્વારા 24 માર્ચના રોજ 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ’કરાશે

પી.જી.વી.સી.એલ. બોટાદ વર્તુળ કચેરી હેઠળની કચેરીઓ બોટાદ શહેર-૧ અને ૨, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, બરવાળા, રાણપુર, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા સહિતની ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ વીજ ગ્રાહકોને જણાવવામાં આવે છે કે, ગ્રાહકોએ વીજ બીલના બાકી નાણા સંબધિત વિસ્તારની વીજ કચેરી, કલેક્શન સેન્ટર અથવા તો ઓનલાઈન માધ્યમથી તાત્કાલિક ભરપાઈ કરી વીજ ગ્રાહકોએ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરશો.

'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવશે

ચાલુ માસે પણ તા: ૨૪.૦૩.૨૦૨૬ ના રોજ પીજીવીસીએલ દ્વારા 'મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવશે. જો વીજ ગ્રાહકોએ વીજ બીલની રકમ બાકી હશે તો, સદર દિવસે પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા વીજ ગ્રાહકોનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. ત્યાર બાદ, વીજ ગ્રાહકોએ બાકી વીજ બીલની ૧૦૦% રકમ રી-કનેક્શન ચાર્જ સાથે તેઓની સબંધિત કચેરી ખાતે ભરપાઈ થયા બાદજ નિયત સમયમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. આમ, વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાય રહે તે માટે સત્વરે બાકી વીજ બીલ ભરપાઈ કરવા બોટાદ પી.જી.વી.સી.એલ.વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Arvalli News : મોડાસામાં અરવલ્લી એલસીબી પોલીસે AAPના 2 કાર્યકરને દારુ સાથે ઝડપાયા, છૂટકમાં દારૂનું વેચાણ થતું હોવાની આશંકા