android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BRICS Summit Delhi Live: BRICS સમિટથી બધા દેશોને લાભ થશે, બોલ્યા પિયુષ ગોયલ

calendar_todaySeptember 11, 2026

BRICS Summit Delhi Live: BRICS સમિટથી બધા દેશોને લાભ થશે, બોલ્યા પિયુષ ગોયલ

18મી બ્રિક્સ (BRICS) સમિટ આજથી 13 સપ્ટેમ્બર સુધી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે યોજાઈ રહી છે. સુરક્ષા માટે 15000  પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ અને 500થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવી પહોંચ્યા છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષ બાદ ભારતની મુલાકાત લેશે. 35થી વધુ રસ્તાઓ પર ટ્રાફિકને અસર થશે, પરંતુ શહેર સંપૂર્ણપણે બંધ રહેશે નહીં.  મેટ્રો, બસ અને ટેક્સી સેવાઓ ચાલુ રહેશે. કનોટ પ્લેસ માર્કેટ ખુલ્લું રહેશે, જ્યારે મેટ્રો મ્યુઝિયમ અને રાષ્ટ્રપતિ ભવન કામચલાઉ ધોરણે બંધ રહેશે. આ સમિટનું સમાપન 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સાથે થશે.જ્યારે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.




BRICSમાં વિકાસની અપાર સંભાવનાઓ: રશિયન CEO

રશિયન કંપની GSBI લિમિટેડના સ્થાપક અને CEO એલેક્ઝાન્ડર કોકોવે BRICS સમિટના ભારત દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે આ મંચનું ભવ્ય આયોજન કર્યું છે અને તમામ વ્યવસ્થાઓ ઉચ્ચ સ્તરની છે.

એલેક્ઝાન્ડર કોકોવે જણાવ્યું હતું કે BRICS દેશોની અર્થવ્યવસ્થાઓમાં વિકાસની પ્રચંડ સંભાવનાઓ રહેલી છે. કૃષિથી લઈને હાઈ-ટેક સુધીના વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સહયોગ અને વિકાસ માટે નોંધપાત્ર તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં BRICS અર્થવ્યવસ્થાઓમાં ઝડપી આર્થિક વિકાસ માટે પણ સારી એવી અવકાશ રહેલો છે.

BRICS ભારત 2026નો logo

BRICS ભારત 2026નો લોગો -કમળના ફૂલની પાંખડીઓ BRICSના તમામ સભ્ય દેશોના જીવંત રંગોને પ્રદર્શિત કરે છે. 'નમસ્તે'ની મુદ્રા ભારતની હૂંફ, આદર અને સુમેળભર્યા સહયોગની ભાવનાને વ્યક્ત કરે છે. આ ડિઝાઈન સહયોગ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સુમેળ અંગેના BRICSના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.


સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી 

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે.


વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પર વિશ્વની નજર 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. BRICS સમિટમાં ભાગ લેવા ઉપરાંત, તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ સંરક્ષણ, ઊર્જા, વેપાર અને યુક્રેન યુદ્ધ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

putin-in-delhi

સકારાત્મક ચર્ચા અને વૈશ્વિક કલ્યાણ પર ભાર- PM Modi 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, "આગામી થોડા દિવસોમાં વિશ્વભરના નેતાઓ બ્રિક્સ સમિટ માટે એકત્રિત થશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ પર અત્યંત સકારાત્મક, ફળદાયી અને અર્થપૂર્ણ ચર્ચાઓ થશે." પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને માનવજાતના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર, તકનીકી સહયોગ, ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક શાસન સુધારા જેવા મહત્ત્વના વિષયો પર મંથન થવાની પૂરી સંભાવના છે.

AIIBના પ્રમુખ જિન લિકુન દિલ્હી આવી પહોંચ્યા 

વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના પ્રમુખ જિન લિકુન સાથે મુલાકાત કરી, જેઓ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

રંગબેરંગી પોસ્ટર અને બેનરોથી સજી રાજધાની 

રંગબેરંગી પોસ્ટરો અને બેનરોથી સુશોભિત દેશની રાજધાની દિલ્હી, 12-13 સપ્ટેમ્બરના રોજ 'ભારત મંડપમ' ખાતે 21 દેશોના નેતાઓની યજમાની કરવા માટે સજ્જ છે. 18મી બ્રિક્સ (BRICS) સમિટ માટે નવી દિલ્હીને આકર્ષક પોસ્ટરો, બેનરો અને વિશેષ રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ ભવ્ય વૈશ્વિક કાર્યક્રમની તૈયારીઓ અને તેના અનુસંધાને જોવા મળતા આકર્ષક દ્રશ્યો રાજધાનીના સાઉથ એવન્યુ અને તીન મૂર્તિ માર્ગ સહિતના અનેક મુખ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાન સ્થિત 'ભારત મંડપમ' સંકુલમાં કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય આ ઉચ્ચ-સ્તરીય પરિષદ દરમિયાન, વિશ્વભરના ટોચના નેતાઓ પરસ્પર સહયોગ, આર્થિક ભાગીદારી અને વૈશ્વિક વ્યૂહરચનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરશે. 11 સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશોની સહભાગિતા સાથે, વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ વધુ પ્રભાવશાળી રીતે ઉભરી રહ્યું છે.