android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bullet Train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

calendar_todayFebruary 3, 2026

Bullet Train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું કે 2027 સુધીમાં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ થઈ જશે અને ટ્રેન દોડવા તૈયાર રહેશે. ગુજરાતનો રૂટ આશરે 300 કિમી લાંબો રહેશે અને પ્રોજેક્ટ સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે.

ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન શરુ થઇ જશે

તેમણે કહ્યું કે ગુજરાતના હિસ્સાનું કન્સ્ટ્રક્શન કામ 2027-28માં પુર્ણ થઇ જશે અને અંદાજે 300 કિમીનો વિસ્તારમાં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન શરુ થઇ જશે

તેમણે બીજી ટનલ બ્રેક થ્રૂનું લાઇવ નિરીક્ષણ કર્યું

મંત્રીએ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી બીજી ટનલ બ્રેક થ્રૂનું લાઇવ નિરીક્ષણ કર્યું. સલામતી પ્રોટોકોલ મુજબ ટનલ તોડવામાં સાયરન વગાડીને બ્લાસ્ટ કરવામાં આવ્યા.

એક મહિનામાં બીજી ટનલનું બ્રેક થ્રૂ એ મોટી સફળતા

રેલ્વે મંત્રીએ હાઇ-સ્પીડ ટીમને અભિનંદન આપતાં કહ્યું કે, વિશ્વ હાઈ-સ્પીડ પ્રોજેક્ટ પર સતત નજર રાખી રહ્યું છે. એક મહિનામાં બીજી ટનલનું બ્રેક થ્રૂ એ મોટી સફળતા છે.

મહારાષ્ટ્રમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે

અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બજેટમાં 7 નવા હાઈ-સ્પીડ કોરિડોરને મંજૂરી મળી છે. અમદાવાદ-મુંબઈ પ્રોજેક્ટ બાદ બુલેટ ટ્રેન પુણે સાથે પણ જોડાશે.

 બુલેટ ટ્રેન ભારતના આધુનિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગવી સિદ્ધિ

મંત્રીએ જણાવ્યું, બુલેટ ટ્રેન ભારતના આધુનિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગવી સિદ્ધિ બનશે, અને સમગ્ર પ્રોજેક્ટથી મુસાફરોને સુરક્ષિત અને ઝડપી સફર મળશે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે