android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત

calendar_todayJanuary 6, 2026

Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડએ એફએમસીજી સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પેકેજ્ડ પાણી કેંપા શ્યોર બ્રાંડના પ્રચાર માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર પસંદ કર્યા છે. કેંપા શ્યોરને બિસ્લેરી, કિન્લે અને પેપ્સિકોના મુકાબલે ઓછી કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

કેમ્પા શ્યોરની કિંમત હશે ઓછી 

અહેવાલો અનુસાર રિલાયન્સે આ હરીફ બ્રાન્ડ્સ કરતાં કેમ્પા શ્યોરની કિંમત લગભગ 20 થી 30 ટકા ઓછી રાખી છે. કંપનીનો સ્પષ્ટ ઉદ્દેશ્ય અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાનો લાભ લઈને બ્રાન્ડને દરેક ઘરમાં પહોંચાડવાનો છે. જ્યારે આવી અગ્રણી વ્યક્તિ કોઈ ઉત્પાદન સાથે સંકળાયેલી હોય છે, ત્યારે ગ્રાહક વિશ્વાસ આપમેળે વધે છે. રિલાયન્સ આ વિશ્વાસનો લાભ ઉઠાવવા અને પાણી બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે.

અગાઉ પણ કંપનીએ ફિલ્મ દિગ્ગજોને લીધા છે એમ્બેસેડર તરીકે 

આવુ પહેલીવાર નથી જ્યારે રિલાયન્સે તેના FMCG વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ફિલ્મ દિગ્ગજો પર આધાર રાખ્યો હોય. છેલ્લા કેટલાક મહિનામાં આ કંપનીનો ત્રીજો મોટો એન્ડોર્સમેન્ટ સોદો છે. ગયા વર્ષે એપ્રિલમાં IPL સીઝન દરમિયાન કંપનીએ સાઉથ સુપરસ્ટાર રામ ચરણને તેના 'કેમ્પા' કોલા બ્રાન્ડના ચહેરા તરીકે સાઇન કર્યા હતા.

આટલું જ નહીં રિલાયન્સ કન્ઝ્યુમરએ રમતગમત અને સિનેમાના સંગમનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. માત્ર બે મહિના પહેલ કંપનીએ તમિલ અભિનેતા અને રેસર અજિત કુમારની મોટરસ્પોર્ટ ટીમ સાથે પણ મોટી ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા.

 GSTનો ખાસ લાભ 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે પેકેજ્ડ પાણીની કેટલીક શ્રેણી પર જીએસટીમાંથી રાહત આપી હતી. મિનરલ વોટર પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો જેથી ઘણી કંપનીઓએ પાણીના ભાવ ઘટાડ્યા હતા. વળી હવે અમિતાભ બચ્ચન રિલાયન્સની બ્રાન્ડ માટે એમ્બેસેડર બનતા અન્ય કંપનીઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવુ પડકારજનક બની શકે છે.

બિગ બી છે પહેલી પસંદ 

80 વર્ષની ઉંમર વટાવી ગયા પછી પણ જાહેરાતની દુનિયામાં અમિતાભ બચ્ચનનો કરિશ્મા અકબંધ છે. તેઓ બ્રાન્ડ્સ માટે વિશ્વાસનો પર્યાય બની રહ્યા છે. નાસ્તો હોય કે બેંક સેવાઓ, બિગ બી દરેક જગ્યાએ છે. તેઓ પહેલાથી જ બિકાજી નમકીનનો ફેસ છે, અને તેમનું "અમિત જી લવ્સ બિકાજી" અભિયાન ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ, ઇન્ડિયા ગેટ બાસમતી ચોખા, ડાબર રેડ ટૂથપેસ્ટ, મુથૂટ ફાઇનાન્સ અથવા IDFC ફર્સ્ટ બેંક ઉપરાંત, દરેક મોટી કંપનીએ તેમનો સંદેશ પહોંચાડવા માટે તેમના પર આધાર રાખ્યો છે.