android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chandranath Rath Murder કેસમાં UPથી ઝડપાયા 3 શૂટર ,આજે કોર્ટમાં કરાશે રજૂ

calendar_todayMay 11, 2026

Chandranath Rath Murder કેસમાં UPથી ઝડપાયા 3 શૂટર ,આજે કોર્ટમાં કરાશે રજૂ

શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં ત્રણ શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે.ત્રણેય શૂટર્સની ઉત્તર પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી (cm) તરીકે શપથ ગ્રહણ થયા તે પહેલાં, 6 મેના રોજ રાત્રે મધ્યમગ્રામમાં તેમના સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવી છે.ધરપકડ બાદ ત્રણેય શૂટર્સને કોલકાતા લાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ભવાની ભવનમાં રાતોરાત પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓને આજે બારાસત કોર્ટમાં (court) રજૂ કરવામાં આવશે.

વાહનમાં નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરાયો હતો

ગઈકાલે દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી ત્રણ શાર્પશૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને રાત્રે કોલકાતા લાવવામાં આવ્યા હતા. ભવાની ભવનમાં આખી રાત પૂછપરછ ચાલુ રહી. પોલીસ તપાસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ શાર્પશૂટરોને કોણે રાખ્યા હતા અને શુભેન્દુ અધિકારીના સહાયકને શા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા. પહેલેથી જ શંકા હતી કે ચંદ્રનાથની હત્યા પાછળ રાજ્યની બહારનો કોઈ વ્યક્તિ હોઈ શકે છે. ચંદ્રનાથની હત્યા એક સુનિયોજિત યોજના હતી. વપરાયેલી કારમાં નકલી નંબર પ્લેટ હતી. સિલિગુડીના એક વ્યક્તિએ OLX પર વેચાણ માટે કારની જાહેરાત કરી હતી. ફોટો જોયા પછી હુમલાખોરોએ નકલી નંબર પ્લેટ મેળવી હતી.

ચંદ્રનાથ રથ કોણ છે?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથની ઉત્તર 24 પરગણા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનામાં સેવા આપનાર ચંદ્રનાથ ભાજપ નેતાના સૌથી વિશ્વસનીય રાજકીય સહાયકોમાંના એક બન્યા હતા. ચંદ્રનાથ 41 વર્ષના હતા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરના વતની હતા, જે રાજકીય જિલ્લો છે જેણે બંગાળના રાજકારણમાં શુભેન્દુ અધિકારીના ઉદયને આકાર આપ્યો હતો.

આ પણ વાંચો - PM Modi : પેટ્રોલ ડીઝલ, વર્ક ફ્રોમ હોમ, સોનુ ન ખરીદો.. સહિત PMએ જનતાને કરી આ 10 અપીલ