android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhattisgarh Plane Crash : જશપુરમાં ખાનગી વિમાન થયું ક્રેશ, પાયલોટ અને કો-પાયલોટના મોતની આશંકા

calendar_todayApril 20, 2026

Chhattisgarh Plane Crash : જશપુરમાં ખાનગી વિમાન થયું ક્રેશ, પાયલોટ અને કો-પાયલોટના મોતની આશંકા

છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ગંભીર વિમાન દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક ખાનગી વિમાન આરા પહાડીઓ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન પહાડ સાથે ટકરાયા બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા.

રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લાના SSP સહિત પોલીસની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, જેના કારણે અનિશ્ચિતતા યથાવત છે.

વિમાન ક્રેશ થતા જ જોરદાર અવાજ આવ્યો

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાયલોટના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિમાન ક્રેશ થતા જ જોરદાર અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ ઊંચી ઉઠતી જોવા મળી હતી. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

હાલ પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાન ક્રેશનું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ ટેક્નિકલ ખામી અથવા હવામાનને લઈને શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર વિમાન સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : PM Modi Jhalmuri Video: કોણ છે એ દુકાનદાર.. જેની પાસેથી PMએ ઝાલમુરી ખાધી? જાણો રોજની તેની કમાણી