android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: કેલનીયા પ્રાથમિક શાળામાં નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી

calendar_todayOctober 17, 2026

Chhota Udepur: કેલનીયા પ્રાથમિક શાળામાં નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી

નસવાડી તાલુકાની કેલનીયા પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે રંગીલા ગરબાનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં શાળાનાં બાળકોએ ભાગ લઇને પરંપરાગત ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વની આનંદમય ઉજવણી કરી હતી. સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિ, આનંદ અને ઉત્સાહથી ગુંજી ઊઠયું હતું. નવરાત્રી એ શક્તિની આરાધના, સંસ્કૃતિ અને પરંપરાનો પવિત્ર તહેવાર છે. શાળામાં આવા ઉત્સવોની ઉજવણી થકી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો પ્રેમ વધે છે, તેમજ એકતા, સહકાર અને સામૂહિક ભાગીદારી જેવા ગુણોનો વિકાસ થાય છે. આ પ્રસંગને વધુ યાદગાર બનાવતાં શાળાનાં બેનશ્રી સીમાબેને તમામ બાળકોને ગરમાગરમ ફાફ્ડા અને જલેબીનો નાસ્તો કરાવી આનંદમાં વધારો કર્યો હતો. શાળાના શિક્ષિકા સીમાબેનની આ સેવાભાવના અને બાળકો પ્રત્યેના સ્નેહની સૌએ સરાહના કરી હતી. કેલનીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તલાજીભાઈ ઠાકોર દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતું.આવા કાર્યક્રમો શાળા અને બાળકો વચ્ચે આત્મીયતાનો સેતુ બાંધવાની સાથે શિક્ષણને આનંદમય બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો