android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: રંગપુર નાકા પાસેથી રૂપિયા 3.21 લાખના દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

calendar_todaySeptember 16, 2026

Chhota Udepur: રંગપુર નાકા પાસેથી રૂપિયા 3.21 લાખના દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

છોટાઉદેપુરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચનાથી LCBએ રંગપુર નાકા પાસેથી રૂા.3.21 લાખના દારૂ સાથે કુલ રૂા.13.44 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને રાજકોટના ચાર આરોપીની ધકપકડ કરી છે. રાજકોટના ચાર આરોપીઓ મધ્ય પ્રદેશથી સ્કોર્પિઓમાં દારૂની ખેપ મારી રહ્યા હતા.

છોટાઉદેપુર LCB ઇન્સ્પેક્ટર એમ.એફ્. ડામોર અને તેમનીટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને સુરેખડા તરફ્થી છોટાઉદેપુર તરફ્ લાવવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે રંગપુર નાકા પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને ઘેરી લીધી હતી અને કારમાંથી રૂ. 3,21,000ની કિંમતની 1,000 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્કોર્પિયો કારઃ રૂ. 1 લાખમોબાઈલ ફોન 4 નંગઃ રૂ. 20,000 રોકડ રકમઃ રૂ. 3,000 મળી કુલ રૂ. 13,44,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 4 આરોપીઓ 1) તૌફીક મહમદભાઇ સધાર (રહે. દૂધ સાગર મેન રોડ, રાજકોટ), 2) અસરફ્ રહીમ રફઇ (રહે. બેડીપરા, ભાવનગર રોડ, રાજકોટ), 3) મુસ્તુફ સલીમભાઇ સિપાઇ (રહે. વૃંદાવન સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ) અને 4) જયદીપ નારણભાઇ પરમાર (રહે. ગંજીવાડા, રાજકોટ)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મુસ્તુફ સલીમભાઇ સિપાઇ વિરુદ્ધ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુનો નોંધાયેલો છે.

આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વિજય બહાદુરસિંહ ઠાકુર ઉર્ફે નન્નું ઠાકુર તેમજ રાજકોટના ચંદ્રેશભાઇ ચૌહાણ અને સતીશભાઇ પરમાર નામના આરોપીઓને પકડવાના બાકી છે. જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો