android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: દારૂનું કટિંગ ચાલતુ હતું અને પોલીસ આવી, મોંઘી ગાડીએ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

calendar_todayJanuary 4, 2026

Chhota Udepur: દારૂનું કટિંગ ચાલતુ હતું અને પોલીસ આવી, મોંઘી ગાડીએ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાતમાં 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરી અને દારુ પીધેલા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. અન્ય રાજ્યોને જોડતી ગુજરાતની બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું. તે છતાંય રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. છોટા ઉદેપુરમાં બિલિયા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈને ઘટના સ્થળેથી 11 લોકો ભાગી ગયા હતાં.

પોલીસે રૂ.14.93 લાખના દારૂ સાથે 2ને ઝડપ્યા

છોટા ઉદેપુરમાં બિલિયા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. જે અંગે એલસીબી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીને આધારે એલસીબીએ દારૂના કટિંગ સમયે જ રેડ પાડી હતી. પોલીસને જોઈને ઘટના સ્થળેથી 11 લોકો ભાગી ગયા હતાં. પોલીસે બે ખેપિયાઓને પકડી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી 14.93 લાખના દારુ સાથે બે લોકોને ઝડપી પાડ્યા હતાં.

પોલીસે કાર સહિત 5 વાહનોને કબ્જે કર્યા

પોલીસે ઘટના સ્થળ પરથી મોંઘીદાટ કાર સહિત પાંચ વાહનો કબજે કર્યા હતાં. આ ઉપરાંત દારૂની ખેપ મારનારા બે ખેપિયાઓને પકડી પાડવામાં આવ્યા હતાં. પોલીસે આ દરોડામાં 14.93 લાખના દારૂના જથ્થા સાથે 55.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Anandના ખંભાતમાં પતંગ લૂંટવાની મોજ બની મોતનું કારણ, 15 વર્ષીય કિશોરનું કરુણ મોત