android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur News: સંખેડાના ગોલાગામડી ખાતે અકસ્માત બાદ ગ્રામજનોનો ચક્કાજામ, એકનું મોત અને પાંચ ઈજાગ્રસ્ત

calendar_todaySeptember 25, 2026

Chhota Udepur News: સંખેડાના ગોલાગામડી ખાતે અકસ્માત બાદ ગ્રામજનોનો ચક્કાજામ, એકનું મોત અને પાંચ ઈજાગ્રસ્ત

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરે મોટરસાઇકલ સવારોને પોતાની અડફેટે લીધા હતા, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ અને એકનું મોત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેમાં કુલ 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.

ગ્રામજનોનો રોષ અને ચક્કાજામ

અકસ્માતની આ ઘટનાથી વિફરેલા અને રોષે ભરાયેલા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ રસ્તા ઉપરથી રેતી ભરીને જતી ઓવરલોડ ટ્રકોને અટકાવી દીધી હતી, જોકે સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે નાના વાહનો અને બસોને અવરજવર માટે જવા દીધા હતા.

Chhota Udepur News: Chakkajam by Villagers in Sankheda After Container Hits Motorbike, One Dead

પોલીસ કાફલો ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરીને ટ્રાફિક વ્યવૂર્વક પૂર્વવત કરવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાની કવાયત હાથ ધરી છે.


આ પણ વાંચો: Chhota udepur :છોટાઉદેપુરમાં પોલીસ અને RTO દ્વારાટ્રાફિક જાગૃતિ બાઇક રેલી યોજાઈ