calendar_todayJanuary 12, 2026
Chhotauadypur:નસવાડીમાં કન્યા છાત્રાલયમાં ગૃહપતિ ફરજ બજાવતા વિરોધ
નસવાડી ખાતે ચાલતી કન્યા છાત્રાલયમાં ગૃહમાતાની જગ્યાએ ગૃહપતિ ફરજ બજાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કન્યા છાત્રાલયથી રેલી યોજીને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. અને 10 દિવસમાં નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ હતી. જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.નસવાડીની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા ન હોવાને કારણે કન્યાઓને મુશ્કેલી પડે છે. જ્યારે કન્યા છાત્રાલયનું સંચાલન કુમાર છાત્રાલયના ગૃહપતિ દ્વારા કરાય છે. જેમાં સંચાલનના ઘણા પ્રશ્નો ઉદભવે જે અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
10 દિવસમાં મહિલા વોર્ડન ન મૂકાય તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
જ્યારે ગુજરાતમાં મહિલા વિકાસ,મહિલા સશક્તિ કરણ અને મહિલા સુરક્ષાની વાત થતી હોય ત્યારે કન્યા છાત્રાલયમાં 50થી વધુ બહેનો રહે છે. મહિલા વોર્ડનની જગ્યાએ પુરુષ વોર્ડન તરીકે ફરજ બજાવે છે. જ્યારે બહેનોને કોઈ મુશ્કેલી થકે બહેનો સાથે કોઈ ઘટના થશે ત્યારે તેનો જવાબદાર કોણ ? આજે અમે અહીં રજૂઆત કરવા આવ્યા ત્યારે કચેરીએ કોઈ અધિકારી હાજર નથી. અમારા ABVP દ્વારા માંગ છે કે દશ દિવસમાં મહિલા વોર્ડન મૂકવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન થશે. - ધ્રુવ ઠક્કર, સંયોજક, વડોદરા વિભાગ, ABVP
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો