android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
China Pakistan Border: 'પાક-ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી!', વિદેશ મંત્રાલયે સંયુક્ત બોર્ડર કમિશનને સખત શબ્દોમાં ફગાવ્યું

calendar_todaySeptember 16, 2026

China Pakistan Border: 'પાક-ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી!', વિદેશ મંત્રાલયે સંયુક્ત બોર્ડર કમિશનને સખત શબ્દોમાં ફગાવ્યું


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે, આ સંયુક્ત પંચ પાસે કોઈ કાનૂની અધિકાર નથી અને ભારત તેને સખત શબ્દોમાં ફગાવે છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ જ નથીઃ MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ ભૌગોલિક કે કાનૂની સરહદ નથી, કારણ કે આ સમગ્ર વિસ્તાર ભારતનો સાર્વભૌમ ભાગ છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને હંમેશા રહેશે. અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક બાદ ચીન-પાકિસ્તાન સરહદ પંચને સક્રિય કરવાની જાહેરાત કરી હતી, જેનો હેતુ સીમા વ્યવસ્થાપન, સંયુક્ત સર્વે અને વેપાર વધારવાનો દર્શાવાયો હતો. 

1. ભારતે 1963માં થયેલા તથાકથીત 'ચીન-પાક સરહદ કરાર'ને ક્યારેય માન્યતા આપી નથી.

2. આ કરાર સંપૂર્ણપણે ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ છે.

3. પાકિસ્તાને ભારતના જે વિસ્તારો પર જબરદસ્તીથી અને ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખ્યો છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરવો જોઈએ.

4. ભારતના આ આકરા પ્રત્યાઘાતથી સ્પષ્ટ થાય છે કે પાક-અધિકૃત કાશ્મીર (PoK) માં ચીન અને પાકિસ્તાનની કોઈ પણ રાજદ્વારી કે આર્થિક ગતિવિધિઓને ભારત સહન કરશે નહીં.   

વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં કરી નિંદા 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અગાઉ પાકિસ્તાન-ચીન બોર્ડર સંયુક્ત કમિશનના સંચાલન વિશે પોસ્ટ કરી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે બંને દેશોએ સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સર્વેક્ષણ અને વેપારને પ્રોત્સાહન આપવાના નામે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક સાથે આ સરહદ કમિશનને સક્રિય કર્યું હતું. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે આને નકારી કાઢ્યું, અને કહ્યું કે ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને માન્યતા આપી નથી, જે ગેરકાયદેસર અને અમાન્ય હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના તે વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા જોઈએ જેના પર તેણે ગેરકાયદેસર અને બળજબરીથી કબજો કર્યો છે.

આ પણ વાંચોઃ અંતરિક્ષમાં કેવી રીતે તૈનાત થાય છે હથિયાર, શું રિમોટથી ઓપરેટ થશે સ્પેસ વેપન?