calendar_todayFebruary 3, 2026
Chotila: સાંગાણી ગામે પોલીસનો દરોડો, રૂ. 18.40 લાખનો શરાબ જપ્ત
ચોટીલા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સુરઈ ગામની સીમમાં રાજકોટનો ભરત છેલાભાઈ ભરવાડ અને સાગર છેલાભાઈ ભરવાડ દારૂ રાખતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ 2 શખ્સો નાસવા લાગતા પોલીસે પીછો કરી 1ને ઝડપી લીધો હતો. જેની તપાસ કરતા તે ભરત ભરવાડ હોવાનું જણાવ્યુ હતુ. જયારે પોલીસે દરોડાના સ્થળેથી દારૂના 5,667 ચપલા મળી આવ્યા હતા. આ શખ્સની પુછપરછમાં આ દારૂ સાગર ભરવાડે સંતાડવા આપતા અહીં સંતાડી ભાગીયો ચોથા ભનુભાઈ પરમાર તેનું ધ્યાન રાખતો હતો. અને નાસી જનાર ઈસમ ચોથા પરમાર હતો. પોલીસે રૂ. 18,40,800નો દારૂ અને 2 મોબાઈલ મળી કુલ રૂ. 18,47,800નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમને રતનપર નદીકાંઠે આવેલ શેરી નં. 10માં રહેતો જગમાલ દુલેરા તેના રહેણાક મકાને દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જગમાલ ઉર્ફે જગો જીવણભાઈ દુલેરા વિદેશી દારૂની નાની મોટી 51 બોટલ અને મોબાઈલ સહિત રૂ. 52,400ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે આ દારૂ સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર રહેતા ધીરૂ મગનભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો