android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chotila: ચોટીલા હાઈવે પર જૈન તીર્થમાં 25 વર્ષથી ખડકાયેલા દબાણ 24 કલાકમાં દુર કરાયા

calendar_todayMay 8, 2026

Chotila: ચોટીલા હાઈવે પર જૈન તીર્થમાં 25 વર્ષથી ખડકાયેલા દબાણ 24 કલાકમાં દુર કરાયા

અમદાવાદ - રાજકોટ નેશનલ હાઈવે ચોટીલા પાસે મહાવીરપુરમ જૈન તીર્થ આવેલુ છે. જૈનોના આસ્થાકેન્દ્ર સમાન આ તીર્થમાં અમુક ઈસમોએ છેલ્લા 25 વર્ષથી ગેરકાયદેસર બાંધકામ કરીને અડ્ડો જમાવ્યો હતો. ત્યારે જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગે એસપી પ્રેમસુખ ડેલુને રજુઆત કરવામાં આવતા આણંદપુર પીઆઈ જે. કે. રાઠોડને તાત્કાલીક દબાણ દુર કરવા સુચના અપાઈ હતી. જેમાં 24 કલાકમાં આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જેના લીધે જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અને ટ્રસ્ટીઓએ જિલ્લા પોલીસ વડાનો આભાર માન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો