android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chotila: ચોટીલા પરિક્રમામાં 700 પદયાત્રિકોની અંગદાનની પ્રતિજ્ઞા

calendar_todayMarch 24, 2026

Chotila: ચોટીલા પરિક્રમામાં 700 પદયાત્રિકોની અંગદાનની પ્રતિજ્ઞા

ચૈત્રી નવરાત્રીમાં ધર્મજાગરણ મંચ દ્વારા યોજાતી છઠ્ઠી ચોટીલા ડુંગર પરિક્રમા ના રુટ ઉપર ચોટીલાની જે વી એચ પ્રાથમિક શાળા,એન એન શાહ હાઇસ્કુલ તથા મેઘસ્વામી હાઈસ્કૂલના બાળકોએ અંગદાન મહાદાન તથા રક્તદાનની ઝુંબેશ સાથે માઇ ભક્તોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. ચોટીલા નગરમાં આવેલી જે.વી.એચ દોશી પ્રાથમિક શાળા, એન. એન. શાહ હાઇસ્કુલ તથા મેઘસ્વામી હાઈસ્કૂલના બાળકોએ ધર્મ જાગરણ સંસ્થા દ્વારા યોજાતી ચોટીલા ડુંગર પરિક્રમા દરમિયાન પરિક્રમા રૂટ ઉપર અંગદાન મહાદાન ઝુંબેશ સાઉન્ડ દ્વારા જાહેરાત કરી. અંગદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ચોપાનીયા વિતરણ કર્યા હતા અને સાથે સાથે માઇ ભક્તો ને અંગદાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણો આ મનુષ્ય દેહ આપણા મૃત્યુ પછી રાખમાં જ ભળી જવાનું છે તેથી જો આપણા થકી આપણા મૃત્યુ પછી 13 જેટલા અંગો જેવા કે હૃદય, ફેફ્સા,લીવર, કિડની, ચામડી,પિતાશય, આંતરડા, આંખો જેવા અંગો જો વિવિધ વ્યક્તિ જે ખરેખર આ અંગોથી પીડાય છે તેમને દાન કરીએ તો તેવા વ્યક્તિ ઓને નવું જીવનદાન મળે છે તથા તેઓ નવી જિંદગી જીવી શકે છે. તથા સાથે સાથે શાળા ના બાળકો દ્વારા આ પરિક્રમા રૂટ ઉપર રક્તદાનની ઝુંબેશ કરીને રૂટ પર જ આવેલી મેઘસ્વામી હાઇસ્કુલના શાળા સંચાલક મંડળ દ્વારા રાખવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 60 થી વધુ બોટલો એકત્રિત કરી રાજકોટની 'નાથાણી બ્લડ બેન્ક' માં જમા કરાવ્યું હતું શાળાના બાળકો દ્વારા સેવાભાવી સંસ્થાના આર્થિક સહયોગથી સાકર વરિયાળીના શરબતો તથા ઠંડી છાશ અને તરબૂચ નું ભક્તોમાં વિતરણ કર્યું હતું. અંગદાન મહાદાન ની ઝુંબેશ દ્વારા અંદાજિત 700 જેટલા માઈ ભક્તોએ અંગદાન કરવાની પ્રતિજ્ઞા કરેલ તે ખૂબ જ સરાહનીય કાર્ય બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam